November 23, 2024

Talaq:’આઈબ્રો કેમ કરાવી’ કહીને પતિએ ફોન પર જ આપ્યા તલાક

photo credit google

ટ્રિપલ તલાક માટે કાયદાની જોગવાઈ હોવા છતાં આજે પણ ઘણાં લોકો નાની નાની બાબતે રુબરુ મળ્યા વગર તલાક આપીને છટકબારી શોધતા હોય છે ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાઉદી અરબથી પતિએ વીડિયો કોલ દ્વારા પત્નીની આઈબ્રો થયેલી જોઈ અને એટલો બધો ગુસ્સે થઈ ગયો કે તેણે પત્નીને ફોન પર જ તલાક આપી દીધા.

આ અંગે મળતી વધુ વિગત મુજબ, ઉત્તર પ્રદેશના કાનપુરના કુલી બજાર હીશ ગુલસબાના લગ્ન 17 જાન્યુઆરી 2022ના રોજ કોહના ફૂલપુર પ્રયાગરાજના રહીશ મોહમ્મદ સાલિમ સાથે થયા હતા. બાદમાં મોહમ્મદ સાલિમ કામ માટે સાઉદી અરબ જતો રહ્યો.બીજી બાજુ તેના સાસરિયાઓ દહેજથી ખુશ ન હતા અને એક કારની માંગણી કરતા હતા જેથી કંટાળીને તે કાનપુર પાછી આવી ગઈ હતી.

આ દરમિયાન 4 ઓક્ટોબર 2023ના રોજ તેના પતિ વીડિયો કોલ કર્યો હતો તે દરમિયાન કહ્યું કે, ”તને ના પાડી હતી છતાં તે આઈબ્રો કરાવી લીધી.” આટલું કહીને પતિએ ફોન કાપી નાખ્યો. બાદમાં તેનો વોઈસ કોલ આવ્યો અને કહ્યું કે, ”મારી ઈચ્છા વિરુદ્ધ તે આઈબ્રો બનાવડાવી છે આથી હું તને બધા પ્રકારના તલાક આપીને વિવાહ બંધનમાંથી મુક્ત કરવા માંગુ છુ” અને ત્રિપલ તલાક આપીને ફોન કટ કરી નાખ્યો. 

પત્નીએ પતિને ખુબ સમજાવવાની કોશિશ કરી કે તેણે આઈબ્રો કરાવી નથી પરંતુ પતિએ વાત ન સાંભળતા પીડિતાએ સીએમ પોર્ટલ ઉપર પણ ફરિયાદ નોંધાવી છે. જો કે,બાદશાહીનાકાના ઈન્સ્પેક્ટર સુભાષ ચંદ્રએ જણાવ્યું કે પીડિતાનો લોહામંડી ચોકી ઈન્ચાર્જે અનેકવાર સંપર્ક કર્યો કે તે ત્યાં આવીને એફઆઈઆર નોંધાવી લે પરંતુ તે આવી નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો