કાશ્મીર આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

કાશ્મીર આતંકી હુમલામાં શહીદોને નક્ષત્ર નબુલા સોસાયટીના સર્વ સમાજના, 500 થી વધુ રહીશોએ એક સાથે પાઠવી શ્રધાંજલિ
જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે ગત 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી 26 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીના ઘટનાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે શહીદ થયેલા તમામ હિન્દુઓને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા નક્ષત્ર નબુલાલ સોસાયટી દ્વારા વિશેષ સહિત થયેલા હિન્દુઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સોસાયટીના હોદ્દેદારો અને સર્વ સમાજના 500થી વધુ રહીશો દ્વારા એકત્ર થઈ આતંકી ઘાટનાનો વિરોધ કર્યો હતો અને મોતને ભેટનાર શહીદો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નાના બાળકોથી લઇ મોટા વડીલો સૌ કોઈ જોડાયા હતા. જેમાં સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર કૃણાલ સેલર , પૂર્વ કોર્પોરેટર અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટ વાલા , ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ સોસાયટીના સૌવ રહીશોને આતંકવાદ સામે લડવા અને રાષ્ટ્રપ્રેમ અંગે જુસ્સો વધાર્યો હતો..