તહેવારો માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં શરૂ કરી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
દિવાળીની રજાઓમાં અનેક લોકો ફરવા જતાં હોય છે જેથી ટ્રેનો અને બસોમાં ટ્રાવેલ કરવું મુશ્કેલ થઈ પડે છે તેવામાં પશ્ચિમ રેલવે દ્વારા 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાબરમતી-દાનાપુર, વડોદરા-હરિદ્વાર, વડોદરા-ગોરખપુર, ડો. આંબેડકર નગર-પટના અને અમદાવાદ-સમસ્તીપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવેના આ નિર્ણયથી આ દિવાળીમાં પ્રવાસીઓને ખાસ્સી રાહત મળશે.
ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર 09403 સાબરમતી-દાનાપુર સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે સવારે 8.15 કલાકે સાબરમતીથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2.15 કલાકે દાનાપુર પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ચાલશે.
ટ્રેનનંબર 09129 વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર શનિવારે સાંજે 7 કલાકે વડોદરાથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2.30 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન 11 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. તો ટ્રેન નંબર 09130 હરિદ્વાર-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન દર રવિવારે સાંજે હરિદ્વારથી ઉપડશે.
ટ્રેન નંબર 09101 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ દર સોમવારે વડોદરાથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 13 નવેમ્બર 2023 થી 27 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09102 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ દર બુધવારે ગોરખપુરથી 05.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન 15 નવેમ્બર 2023 થી 29 નવેમ્બર 2023 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ અમદાવાદથી દર ગુરુવારે 15.30 કલાકે ઉપડશે અને શનિવારે 04.00 કલાકે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09414 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ દર શનિવારે સમસ્તીપુરથી 08.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 11 નવેમ્બર 2023 થી 2 ડિસેમ્બર 2023 સુધી ચાલશે.