July 1, 2025

માન દરવાજા ટેનામેન્ટના પુનર્વસન વિવાદનો આવ્યો સુખદ અંત

માનદરવાજા ટેનામેન્ટને પુનર્વિકાસ યોજનામાં સામેલ કરાયો હતો. પરંતુ એક વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે આ યોજના માટેનું ટેન્ડર મંજૂર થયું છે. 1312 પરિવારો માટે આ એક આનંદની લહેર લઈને આવ્યું છે. આ સફળતામાં કેન્દ્રિય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ,163 લિંબાયત વિધાનસભાની ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને વોર્ડ નં. 20ના કોર્પોરેટર શ્રી રાજેશભાઈ રાણાની મહેનત ખૂબ જ પ્રશંસનીય રહી છે.

વોર્ડ નં. 20ના અન્ય ત્રણ કોર્પોરેટરોનું પણ આ કામ માટે ઘણું યોગદાન રહ્યું છે. માનદરવાજા ટેનામેન્ટના તમામ રહીશો આ તમામ પ્રતિનિધિઓ નો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.હવે રહીશોની એક જ અપેક્ષા છે કે જલ્દી કાર્યવાહી કરી રહેવાસીના ભાડા વહેલી તકે શરૂ થાય અને ગરીબ પરિવારો જલ્દીથી પોતાના નવા ઘરોમાં રહેવા આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *