The RDX, રાહુલ કિશન સંગાડા ડાન્સમાં પ્રથમ

- “WOW” Wings For Dreams સ્પર્ધામાં ધમાકેદાર ડાન્સ સાથે એવોર્ડ જીતી લીધો
જય જોહર, જય આદિવાસી
16 વર્ષની નાની વયે ડાન્સ સ્પર્ધામાં ધમાકેદાર પ્રદર્શન સાથે રાહુલ કિશનભાઈ સંગાડા કે જેનું સ્ટેજનું નામ The RDX છે, તેણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. પ્રીતિ જૈન બોકડિયા દ્વારા આયોજિત “WOW” Wings For Dreams સ્પર્ધામાં ડાન્સ કેટેગરીમાં રાહુલ સંગાડાએ પોતાના ડાન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં અને કોમ્ટિશીનના નિર્ણાયકોએ પોતાની પસંદગી રાહુલ પર ઉતારી હતી.

ડાન્સ સ્પર્ધાનું આયોજન ગેલેક્ષી બિલ્ડિંગ બેઝમેન્ટ, સિનેઝા ટોકિઝની બાજુમાં, કેનાલ રોડ, દાંડી રોડ, રાંદેર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરીમાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી રાહુલ કિશન સંગાડાને એવોર્ડ તેમજ સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા હતાં.

16 વર્ષની નાની વયે રાહુલ સંગાડાના શાનદાર પ્રદર્શન માટે તેને અભિનંદન આપ્યા હતાં, સાથે જ ભવિષ્યમાં ડાન્સ ક્ષેત્રે અનેક ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.