May 24, 2025

ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદઘાટન તથા ડૉ. રવિન્દ્ર પાટીલનું માર્ગદર્શન

10 મે 2025 ના રોજ રાષ્ટ્રીય નામિક જનસેવા સંસ્થા (RNJS) દ્વારા આયોજિત ઐતિહાસિક ક્રિકેટ ટૂર્નામેન્ટ મેલાનો ભવ્ય પ્રારંભ ડિંડોલી, સુરતમાં યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે સુરત શહેરના પૂર્વ ઉપ મહાપોર ડૉ. રવિન્દ્ર પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.શ્રી ગુલાબરાવ વરસલેજી તથા આખી ટીમ દ્વારા ડૉ. રવિન્દ્ર પાટીલનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પાટીલસાહેબે યુવાનો, ખેલાડીઓ તથા સામાજિક કાર્યકરોને સંબોધન કરીને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ખેલકૂદ દ્વારા યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ તથા રાષ્ટ્રપ્રેમ જેવી ભાવનાઓનો વિકાસ થાય છે. ઉપરાંત, તેમણે RNJS સંસ્થાને આવા રચનાત્મક આયોજનો માટે અભિનંદન પાઠવ્યા હતા.આ ટૂર્નામેન્ટ તા. 10 મે થી 17 મે 2025 સુધી દરરોજ સવારે 8:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી A1 ક્રિકેટ સ્ટેડિયમ, ડિંડોલી ફાયર સ્ટેશન પાસે, ડિંડોલી, સુરત ખાતે યોજાવાનો છે.

સુરત શહેરમાં નામિક સમાજ દ્વારા પ્રથમવાર આવી ભવ્ય આયોજિત સ્પર્ધા યુવા શક્તિની દિશામાં એક મજબૂત પગથિયો સાબિત થશે.સંપર્ક:રાષ્ટ્રીય નામિક જનસેવા સંસ્થા (RNJS)મો. 99258 42220

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *