સ્વીટ યુવક મંડળ,અડાજણ દ્વારા આઠમના દિવસની અનોખી રીતે ઉજવણી
નવરાત્રીમાં આઠમનું ખુબ જ મહત્વ હોય છે જેથી તેને ખાસ બનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારે ઉજવણી કરતાં હોય છે ત્યારે હનીપાર્ક સ્થિત સ્વીટ યુવક મંડળ દ્વારા આયોજીત ગરબાના પ્રોગ્રામમાં નવરાત્રિના આઠમના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને ખાસ બનાવવા માટે ૩૦ જેટલી બહેનો-દીકરીઓએ સાડી-ગજરાનો ડ્રેસ કોડ રાખીને માતાજીની આરાધના કરી હતી, તેમજ સાથે જ નયનરમ્ય રંગોળી પણ કરી હતી.