December 22, 2024

સુરતના ધવલ પંડ્યા અને તેમના પત્ની મનાલિકાને વૈશ્વિક કોન્ફરન્સમાં જળસંચય અંગે સન્માનીય એવોર્ડ

  • શ્રી ધવલ પંડ્યા ને લીડીંગ NGO(રેન વૉટર હાર્વેસ્ટિંગ)ની શ્રેણીમાં “વોટર ટ્રાન્સવરસાલિટી ગ્લોબલ એવોર્ડ 2024” જ્યારે મનાલિકા પંડ્યાને વુમન ચેન્જ મેકર (વોટર કન્ઝર્વેશન) એવોર્ડ એનાયત કરાયા

સુરતઃ ઘોડદોડ રોડના નિવાસી સુ.શ્રી મનાલિકા ધવલ પંડ્યને વુમન ચેન્જ મેકર ( વોટર કંઝરવેશન) અને શ્રી. ધવલ પંડ્યાને લીડીંગ NGO (રેન વૉટર હાર્વેસ્ટિંગ)ની શ્રેણીમાં, મિનિસ્ટ્રી ઑફ જળ-શક્તિ, મિનિસ્ટ્રી ઑફ સોશિયલ જસ્ટિસ, મિનિસ્ટ્રી ઑફ પાવર, UN-ESCAPE તથાં ઈન્ડિયા વૉટર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમ આયોજિત વૈશ્વિક કોન્ફરન્સમાં, વિશ્વસ્તરીય “વોટર ટ્રાન્સવરસાલિટી ગ્લોબલ એવોર્ડ 2024” કેન્દ્રીય રાજ્ય મંત્રી (જળ શક્તિ) શ્રી ચૌધરીજીના વરદ હસ્તે આપવામાં આવ્યા છે.
ધવલ પંડ્યા રેઈન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ઘણાં વર્ષોથી કાર્યરત છે અને તેમણે આ ક્ષેત્રે નવિનતા આપવાનો પ્રયાસ કર્યો છે. વરસાદી પાણીનો પૃથ્વીના પેટાળમાં સંગ્રહ કરવો એ રેઈન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે. જો કે ધવલ પંડ્યાએ સતત પોતાની મહેનત, અનુભવો અને સંશોધનોથી તેમાં અપગ્રેડેશન આપ્યું છે. રિચાર્જ્ડ વોટર એટલે કે વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યા બાદ તેને પ્રદૂષણ અને બેક્ટેરિયાથી કઈ રીતે મુક્ત રાખી શકાય એવી પદ્ધતિ વિકસાવી છે.
વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાબા પરનું પાણી પાઈપથી જમીનમાં ઉતારતા પહેલા, અન્ય પાઈપમાં લગાડેલા ફિલ્ટરમાંથી પાણીને પસાર કરીને તેને પ્રદૂષિત તત્વોથી મુક્ત કરવાની આ પદ્ધતિને સર્વત્ર આવકાર મળી રહ્યો છે, એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાએ તેની નોંધ લેવામાં આવી છે.


બાલી ખાતે 2023માં યોજાયેલી એશિયા વોટર સિક્યોરિટી કોન્ફરન્સમાં ગ્લોબલ વોટર પાર્ટનરશિપ-સાઉથ ઈસ્ટ એશિયા દ્વારા ભારતને વોટર સિક્યોર ગ્લોબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ સુરતના ધવલ પંડ્યા તથા તેમના પત્ની મનાલિકા પંડ્યાએ કર્યું હતું. તે સાથે જ ભારત સરકાર ના જળ શક્તિ મંત્રાલય દ્વારા શ્રી ધવલ પંડ્યા ને વોટર – હીરો પ્રમાણપત્ર અને ₹.૧૦,૦૦૦ નું ઇનામ પણ વર્ષ 2022 માં આપવામાં આવ્યું હતું. જે સાથે મંત્રાલયે સુરત કલેકટરશ્રી ને લેખિત ભલામણ પત્ર લખી, તેઓની સેવાઓનો લાભ સમસ્ત જિલ્લાને મળે તેવી ભલામણ પણ કરી હતી.
આ ઉપરાંત,
શ્રી ધવલ પંડ્યા એ ફેબ્રુઆરી 2023 માં પ્રધાનમંત્રી કાર્યાલય માં વિનંતી કરી, ભુજળ ના પ્રમાણ અને ગુણવત્તા માં આવી રહેલ ઘટાડા વિષયક લેખિત ચર્ચા કરી હતી, જેના પર પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા માત્ર 45 દિવસમાં એક રાષ્ટ્રીય એડવાઇઝરી પ્રકાશિત કરી, દેશના તમામ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ને ભૂગર્ભ જળ માં પ્રદૂષિત પાણી ન ઉતરે તે માટે જરુરી ફિલ્ટ્રેશન પ્રોસેસ અપનાવવા તાકીદ કરી, શ્રી ધવલ પંડ્યાને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ભૂગર્ભ-જળ સંરક્ષણ વિષયક કમિટીમાં સભ્યપદ આપી, વ્યવસ્થિત રેન વૉટર હાર્વેસ્ટિંગ અને ગ્રાઊન્ડ વૉટર રિચાર્જ સીસ્ટમો ની પ્રોસેસ માટે IS Code લખવાની જવાબદારી સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *