સુરતઃ ગણેશ વિસર્જન માટે 15,000 કર્મચારીઓ ફરજ પર તૈનાત
સુરતમાં અનંત ચૌદશના દિવસે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તમાં 12 SRP, 1 RAF, સુરત શહેરના બે જોઈન્ટ કમિશનર, 1 BSF અને એડિશનલ CP ક્રાઈમની સુરક્ષા દળોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. તેમજ 16 એસપી, 35 એસીપી. 106 P.I., 205 P.S.I. ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન 4206 પોલીસ અને 5533 હોમગાર્ડ જવાનો સહિત 15,000 જેટલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ફરજ પર રહેશે.
સુરક્ષામાં ચૂક ન થાય એ માટે પોલીસ વિભાગ બોડી વર્ન કેમેરા, રિફ્લેક્ટીવ જેકેટ, ડ્રોન સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરશે. પોલીસ ડ્રોન કેમેરા અને સીસીટીવી ફૂટેજ દ્વારા દરેક ઢાબા પોઈન્ટ પર પોલીસ જવાનો તૈનાત રહીને નજર રાખશે. શહેરમાં ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની 80 હજાર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ઉંચી પ્રતિમાઓ તેમના ચોક્કસ વિસર્જન માર્ગ પરથી પસાર થાય તે માટે ખાસ જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી પોલીસ પણ તેની માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત વિસર્જન યાત્રા દરમિયાન ડીજે વગાડવા સહિતની અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત શહેરમાં 20 થી વધુ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જેમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.