November 23, 2024

સુરતમાં વિધર્મી યુવકે સગીરા સાથે હોટેલમાં દુષ્કર્મ આચર્યાની નોંધાઇ ફરિયાદ

 સુરતમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બારમાં ધોરણમાં ભણતી સગીરાને વિધર્મી યુવકે પહેલા પ્રેમજાળમાં ફસાવીને બાદમાં તેનું શારિરીક શોષણ કર્યાંની ફરિયાદ પીડિતાની માતા દ્વારા કરવામાં આવી છે.                       સુરતના વેસુની સગીરાની સાથે ઘોડદોડ રોડનાં વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. પીડિતાની માતાની ફરિયાદ બાદ આરોપી  યુવક અશદ અલ્તાફ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની માતાની ફરિયાદ મુજબ બારમાં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી સાથે મિત્રતા કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી બાદમાં તેમને ડુમસની હોટેલમાં લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, છેલ્લાં કેટલાક સમયથી દીકરી ફોનમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાને શંકા જતાં તેમણે દીકરીનો મોબાઇલ ચેક કર્યો હતો. મોબાઇલ ચેક કરતા જ માતાના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. સગીરાની માતાને તેના મોબાઈલમાં વિધર્મી યુવક સાથેની કેટલીક વાંધાજનક તસ્વીરો મળી આવી હતી આથી તેમણે આરોપી યુવક અશદ અલ્તાફ વિરાણી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરાયાદના આધારે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો