November 21, 2024

Suicide: સુરતમાં 2 બાળકો સહિત પરિવારના 7 સભ્યોએ કર્યો આપઘાત

photo credit google

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં એક પરિવારે સામુહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સિધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા સોલંકી પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. મળતી માહિતી મુજબ 6 લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું તો એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. 7 સભ્યોમાં 2 બાળકો પણ સામેલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.

આ ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ પાલનપુર પાટીયા પાસે નુતન રો હાઉસ સામે આવેલી સિધેશ્વર સોસાયટીમાં સમગ્ર પરિવારે એક જ રૂમમાં આપઘાત કરીને જીવનનો અંત આણ્યો છે. જો કે, પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જો કે આ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ નથી. જેમાં કેટલાક લોકોને પૈસા આપવાની માહિતી લખવામાં આવી છે. એવી આશંકા છે કે ફર્નિચરના વ્યવસાયમાં સક્રિય પરિવારે કેટલાક લોકોને પૈસા ઉછીના આપ્યા હતા. પૈસા પરત ન મળતા પરિવારના પ્રમુખે સામૂહિક આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *