સુરતમાં રામ મંદિર દરબાર થીમ પર બનાવાઈ 3500 ફૂટની ભવ્ય રંગોળી
દિવાળીમાં દેશભરમાં લોકો પોતાના ઘરોમાં રંગોળી કરીને ઉજવણી કરતા હોય છે ત્યારે સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 3500 સ્કવેર ફૂટની ભવ્ય રામ મંદિરની આબેહૂબ રંગોળી બનાવી છે. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 26 જેટલા યુવાઓ દ્વારા ભવ્ય રામ મંદિરની સાથોસાથે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને ભગવાન હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
અયોધ્યા રામમંદિરનું નિર્માણ કાર્ય હવા આખરી તબક્કામાં છે ત્યારે સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના 26 જેટલા યુવાઓ દ્વારા 6 દિવસની મહેનતના અંતે 3500 સ્ક્વેર ફૂટની ભવ્ય રામ મંદિર રંગોળીના માધ્યમથી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે એક હજાર કિલો નેચરલ કરોઠીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ 18 પ્રકારના રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3,500 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયેલી ભવ્ય રામ મંદિરની આ ભવ્ય પ્રતિકૃતિને નિહાળવા લોકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે.