લોકસભાની ચૂંટણી અંગે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની મિટિંગ યોજાઈ
અગામી ૨૦૨૪ માં લોકસભાની ચુંટણી યોજાનાર છે તે સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનનાં પ્રમુખ મહેશભાઈ કેવડીયા દ્વારા રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન સુરત એકમની એક અગત્યની મિટિંગ તારીખ ૩ જી ઓકટોબરે રાત્રે ૯ કલાકે સુરત શહેર કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ સુરત મહાનગરપાલિકા વિરોધપક્ષના પુર્વ નેતા એડવોકેટ ભુપેન્દ્ર સોલંકીની ઉપસ્થિતિમાં બાપા સીતારામ ફાર્મ કિરણ ચોક પુણા ગામ ખાતે યોજવામાં આવી હતી.
આ મિટિંગમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનનાં આગેવાનો અને હોદેદારો સહિત કોંગ્રેસ પક્ષનાં પુર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, શિક્ષણ સમિતિનાં પુર્વ સભ્ય સુરેશ સુહાગિયા, ભીખાભાઈ બલર લાભુભાઈ પાલડીયા, મુકેશભાઈ વિરાણી, અશોકભાઈ ડાભી, રાજુભાઈ ભાલાળા, અશ્વિભાઈ લાઠીયા, વિપુલ શેખડા, નિલેશ ડોન્ડા, દિનેશ વેકરીયા ( ડી સી ) અમિત ધાનાણી, શની માલવિયા, મેહુલ કરંજીયા, મહેશ મૂલાણી સહિત ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતાં.
આ મિટિંગમાં સુરત શહેરનાં લોકોને સુરત મહાનગરપાલિકાનાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો કલેકટર વિભાગ અને પોલીસ વિભાગની પડતી મુશ્કેલી અને સમસ્યાઓને વાચા આપવા સહિત હાલનાં સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ મોંઘવારી બેરોજગારી અને શિક્ષણની સમસ્યાઓ સહિત સુરત શહેર ડાયમંડ સિટી તરીકે દેશ અને દુનિયામાં જાણીતું છે ત્યારે આ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો રત્ન કલાકારોની સમસ્યા અને પ્રશ્નોને ઉજાગર કરી મહામાહિમ દેશના રાષ્ટ્રપતિ સહિત રાજ્યના રાજ્યપાલ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સત્તાધિશો સુધી તેમનાં પ્રશ્નોને વાચા આપવા ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ટુંક સમયમાં આ સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા વોર્ડ વાઈસ કોંગ્રેસ પક્ષના આગેવાનોની મિટિંગ કરી તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.