April 4, 2025

Surat:’મારી પ્રેમિકા જોડે કેમ વાત કરે છે’કહીને 13 વર્ષિય કિશોરે 12 વર્ષના બાળકને ઝીંક્યુ ચાકુ

તસ્વીર પ્રતિકાત્મક છે

માત્ર 13 વર્ષના પ્રેમીએ 12 વર્ષના બાળક પર એમ કહીને જીવલેણ હુમલો કર્યો કે, ”તું મારી પ્રેમિકા જોડે કેમ વાત કરે છે” આ બનાવ છે સુરતના પાંડેસરા વિસ્તારનો જેમાં 13 વર્ષના બાળકે 12 વર્ષના બાળક પર ચપ્પુ વડે હુમલો કરી 10 ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો છે. આ 13 વર્ષીય કિશોર કિશોરીના એકતરફી પ્રેમમાં પડ્યો હતો. 12 વર્ષના બાળકે કિશોરી સાથે વાતચીત કરતા 13 વર્ષીય બાળકે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

કિશોરવયમાં બાળકો માંડ બાળપણ પસાર કરીને થોડાં સમજણા થવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે સુરતના આ કિશોરે એકતરફી પ્રેમમાં 12 વર્ષના આદિત્ય નામના બાળક પર 13 ઘા ઝીંકી દીધા હતા. આ કિશોર તેના ઘર પાસે જ રહેતી સગીર વયની કિશોરીના પ્રેમમાં પડ્યો હતો. જ્યારે પણ કિશોરીને મળવા જતો ત્યારે આદિત્ય વચ્ચે આવી જતો હતો. આ દરમિયાન આદિત્ય ઘરની બહાર કચરો ફેંકવા ગયો હતો ત્યારે 13 વર્ષીય કિશોરે આદિત્યને ત્યાં જ રોકી દીધો હતો અને ‘તું મારી ફ્રેન્ડ જોડે કેમ વાત કરે છે’ એવું કહી તેની પાસે રહેલ ચપ્પુ વડે આદિત્યના શરીર પર 10 જેટલાં ઘા ઝીંકી દીધા હતા. 

આ અંગે વધુ જાણવા મળતી વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની કુલદીપ 5 મહિના પહેલા જ નોકરી માટે સુરત આવ્યા હતા અને પાંડેસરામાં જય અંબે સોસાયટીમાં પરિવાર સાથે રહીને ફેબ્રિકેશનનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના 4 સંતાનો પૈકી 12 વર્ષીય પુત્ર આદિત્ય ઘર પાસે કચરો ફેંકવા ગયો હતો તે દરમિયાન તેની જ સોસાયટીમાં રહેતો 13 વર્ષીય કિશોર ‘મારી ગર્લફ્રેન્ડની વચ્ચે તું કેમ આવે છે’ એવું કહી એક સાથે ચપ્પુ વડે 10 જેટલા ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આદિત્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.મલામાં ભોગ બનનાર 12 વર્ષીય બાળકનું હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં જ દાખલ કરાયો છે.

આ હુમલો કરનાર 13 વર્ષીય કિશોર મૂળ ઓરિસ્સાનો વતની છે અને પરિવાર સાથે આ જ સોસાયટીમાં રહે છે અને પાંડેસરા પોલીસ મથકે તેના 16 વર્ષીય ભાઈ પર મારામારી સહિતના અન્ય ગુનાઓ નોંધાઈ ચુક્યા છે ત્યારે પોલીસે હુમલો કરનાર કિશોરને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *