Surat:પશ્ચિમ વિધાનસભામાં યોજાયો ફ્રી મેગા મેડીકલ કેમ્પ
દેશના માન. ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ તથા ૧૬૭- સુરત(પશ્ચિમ)વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને સર્વરોગ નિદાન શિબિર અને વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ અને પ.પૂ. શ્રી નિર્મુખસ્વામીજીના વરદહસ્તે દિપ પ્રાગટય સાથે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તથા કેન્દ્ર સરકારના કપડા અને રેલ રાજય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
પ.પૂ. પ્રમુખસ્વામી સભાગૃહ, શ્રી સ્વામિનારાયણ મંદિરની સામે, પ્રેમવતી ઉપાહાર ગૃહની પાસે, સરદાર પુલની નીચે, અડાજણ, સુરત મુકામે યોજાયેલ ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, શરદી, ખાંસી, તાવ, મગજના રોગ અને માનસિક રોગના દર્દી, કેન્સરના રોગનું નિદાન, આંખની નિઃશુલ્ક તપાસ, વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ, સ્ત્રી રોગની તપાસ અને સારવાર, બાળરોગની તપાસ અને સારવાર, ચામડીના રોગની તપાસ અને સારવાર, જનરલ સર્જરીની તપાસ અને સારવાર, દાંતની તપાસ અને સારવાર, હાડકાનાં રોગની સારવાર અને ફિઝીયોથેરાપી, હૃદયરોગ નિદાન અને સારવાર તેમને વિનામૂલ્યે ઇસીજી, કાન, નાક અને ગળાના રોગનું નિદાન અને સારવાર તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર મળી કુલ પાંચ હજારથી જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં જનરલ ફિઝીશ્યન તરીકે ડો. પુરુષોત્તમ કોરડીયા, ડો. આનંદ મોદી, ડો. ભૌમિક રાઠોડ, ડો. સુલોક દેસાઇ અને ડો. નિશા નાણાવટી સેવા આપશે. જનરલ સર્જન તરીકે ડો. અશોક પટેલ, ડો. આનંદ બક્ષી, ડો. ભાવેશ ગોધાણી અને ડો. જીગ્નલ સોનાવલ, હાડકાના રોગના નિષ્ણાંત તરીકે ડો. રીચેશ કાપડીયા, ડો. વિશાલ માંડલેવાલા, ડો. સંતોષ હિંગુ, ડો. આકાશ દેસાઇ, ડો. ધીરજ રસ્તોગી, ડો. અમન ખન્ના અને ડો. શોબિત તનેજા સેવા આપી હતી.
હૃદયરોગની સારવાર માટે ડો. ધવલ શાહ, ડો. રિતેશ વેકરીયા, ડો. સંજય વાઘાણી, ડો. ગુંજન માલવીયા તેમજ ન્યૂરો સાયક્રીયાટીસ્ટ તરીકે ડો. મિલન સોજીત્રા અને ન્યૂરો સર્જન તરીકે ડો. હિતેશ ચિત્રોડા, ડો. મૌલિક પટેલ અને ડો. દિપેશ કક્કડ સેવા આપશે. ઇન્ફેકશન સ્પેશાલીસ્ટ તરીકે ડો. પ્રતિજ સાવજ, ડો. ઇશાન શેઠ અને પીડીયાટ્રીક ન્યૂરો તરીકે ડો. બિના એમ. ઠાકોર સેવા આપશે. કેન્સર નિષ્ણાંત તરીકે ડો. રાહુલ પરમાર, ડો. હની (પારેખ) પરમાર, ડો. હાર્દિક દોશી, ડો. દિવ્યેશ પાઠક, ડો. પાયલ ગુપ્તા, ડો. ડીન્કી ગજીવાલા, નિકુંજ વિઠ્ઠલાણી અને ડો. દિપેન ભુવાએ તબીબી સેવા આપી હતી.
માનસિક રોગના નિષ્ણાંત ડો. મુકેશ જગીવાલા, ડો.મુકુલ ચોક્સી, ડો. રવિ શાહ, ડો. હીના ખન્ના, આંખના રોગના નિષ્ણાંત ડો. ધવલ સુખારામવાળા, ડો. ધવલ અગ્રવાલ, કાન, નાક ગળાના નિષ્ણાંત ડો. અશ્વિન વાઘેલા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. સુરેશ પ્રજાપતિ, ડો. પૂર્વી પટેલ, ડો. વિરલ મોદી અને ડો. નિરંજનાબેન, બાળકોના રોગના નિષ્ણાંત ડો. કીરીટ સીસોદીયા, ડો. હાર્દિક શાહ, ડો. બાલુભાઇ કાછડીયા અને ડો. હરીશ અગ્રવાલ, દાંતના રોગના નિષ્ણાંત ડો. હાર્દિક દોશી, ડો. પ્રિમા માંગુકીયા, ડો.સુરભા ભરોલીયા, ડો.સર્વજ્ઞ ડોક્ટર, ડો. અંકુર પટેલ, ડો. હિતેષ પટેલ, ચામડી રોગના નિષ્ણાંત ડો. ગીરીશ શાહ અને ડો.ભૂપેન્દ્ર ઠુમ્મર, ઘૂંટણ દુઃખાવાની સારવાર માટે ડો. રૂદીક શાસ્ત્રી, જનરલ પ્રેકટીશનર તરીકે ડો. રમણ પરમાર, ડો. હસમુખ મોદી, ડો. પ્રવિણ તરસાસીયા, ડો. હિંમતભાઇ વોરા, ડો. દિનેશ પટેલ, ડો. નિહાર ધામેલીયા, ડો. જગદિપ પુરોહિત, ડો. અંજલિ રાવ અને ડો. પી.પી. મિસ્ત્રી, પેથોલોજીસ્ટ તરીકે ડો. મલય પારેખ, ફિઝીયોથેરાપીસ્ટ તરીકે ડો. અંજન દેસાઇ, ડો. બિપીન જાલંધરા, ડો.અમિત ગોળવાળા, ડો. અંકિત પટેલ, ડો. રાજન દેસાઇ, ડો. મુમુક્ષુ મિરાણી, ડો. સાહિલ શાહ, ડો.વંદના રાઠોડ અને ડો.અવની, ડો.મનાલી, ડો. વૈભવી, ડો. ધાર્મિક, ડો. અનિકેત, ડો. એઇના, ડો. ધ્રુમી, ડો. ઉજાલા, ડો. ભાવિક, ડાયટીશયન તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ડો.બિનીતા પટેલ, આંખના નંબર તપાસનાર તરીકે મહેશભાઇ, ઇસીજી માટે ડો. કલ્પેશ પટેલ અને ડો. ધવલ શાહએ સેવા આપી હતી. તેમજ આયુર્વેદિક સારવાર માટે ડો. નિપેશ પટેલ, ડો. સી.એમ. વાઘાણી, ડો. નિર્લેપ સોજીત્રા, ડો. સંજય પાઘડાળ, ડો. રેશ્મા કંથારીયા, હોમિયોપેથીક સારવાર માટે ડો. સુનિલ ગુપ્તા, ડો.ભદ્રેશ શાહ, ડો. અવની પટેલ, ડો. વિપુલ શાસ્ત્રી અને ડો. ધારા પટેલે સેવા આપી હતી.
ફી મેડીકલ કેમ્પમાં રિલાયન્સ મેડ લેબ તરફથી તમામ રિપોર્ટ ફી, પેથોલોજી અને ટંડેલ લેબ તરફથી સુગર રિપોર્ટ ફ્રી, પ્લાઝમા પેથોલોજી લેબ તરફથી સુગર રિપોર્ટ ફ્રી અને પેથો ડાયગ્નોસ્ટીક લેબ તરફથી સુગર રિપોર્ટ ફ્રી કાઢી આપવામાં આવ્યા હતાં.
ફ્રી મેગા મેડિકલ કેમ્પના આયોજક તરીકે પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત, વિદ્યાદીપ યુનિવસિર્ટી, દિવ્યપથ-માનવતાની મહેંક ગ્રુપ, વિરતા ગ્રુપ, જય ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, શક્તિ ગ્રુપ ફાઇટર, વાસ્તવ ગ્રુપ, ટીમ- એક પ્રયાસ ટ્રસ્ટ, સાંઇનાથ સ્પોર્ટ્સ ક્લબ, બદ્રીનારાયણ એરીયા લેવલ ફેડરેશન, વિર સાવરકર ગ્રુપ તથા વિશ્વાસ ફાઉન્ડેશ અને બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ, સાઉથ ગુજરાત મેડીકલ એજ્યુ. એન્ડ રિસર્ચ સેન્ટર, એસ.પી.બી. ફીઝીયોથેરાપી કોલેજ, શેલ્બી હોસ્પિટલ, યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સારનાથ હોસ્પિટલ, પહલ હોસ્પિટલ, શાયોના મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ, શ્રી માનવ સહાય સેવા ટ્રસ્ટ-સાકાર ડાયાલીસીસ સેન્ટર, વી-કેર હોસ્પિટલ, ધ્વનિ હોસ્પિટલ, કેર એન્ડ ક્યાર વુમન હોસ્પિટલ, યુનાઇટેડ ફીઝીયો એસોસિયેશન, શિવાંજની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, અમૃત આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ અને રિલાયન્સ મેડ લેબ તરફથી સહયોગ મળ્યો હતો.