October 30, 2024

સુરતમાં 35થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગ ત્રાટક્યું:ઉદ્યોગકોરોમાં ફફડાટ

કોરોના બાદ હળવા મૂડમાં રહેલું આવકવેરા વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે અને સુરત શહેરમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે જોડાયેલાં ગ્રુપોમાં 100 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાતા સમગ્ર શહેરમાં ફફડાટ ફેલાયો છે. ત્રણ ગ્રુપના 35થી પણ વધુ સ્થળોએ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલાં ત્રણ ગ્રૂપ ઉપર ઊતરેલી તવાઇથી ડાયમંડ નગરીમાં સન્નાટો જોવા મળ્યો છે. પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે ત્યારે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

ઉલ્લેખનિય છે કે, સુરતની કામગીરી સાથે જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોરોના કાળની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ એક સાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરવામાં આવી છે જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના સમયની કમાણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડૉક્ટરો-તબીબોને પણ નૉટિસો ફટકારવામાં આવી છે. આ લિસ્ટમાં ડૉક્ટરો ઉપરાંત ઉદ્યોગપતિઓ, સોની વેપારીઓ સહિતાના લોકો સામેલ છે અને આ તમામ લોકોને નૉટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *