પાલગામની શાળામાં હિન્દી દિવસે સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન અપાયું.

શાળામાં યોજાયેલા હિન્દી દિવસની ઉજવણી સાથે જ બાળકોને સાયબર ક્રાઈમથી બચવા માટેની માહિતી આપવા માટે પાલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ શાંતિલાલ ચૌધરી તથા પ્રિયંકા પરમાર, કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ, દીપિકાબેન અને સાયબર બ્રાન્ચના વિજયભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે વિદ્યાર્થીઓને મોબાઈલ દ્વારા થતી સાયબર છેતરપિંડી અંગે માહિતી આપી કઈ કઈ પ્રવૃત્તિથી સાયબરના ઠગો આપણને લાલચ આપે છે તેની જાણકારી આપી અને તેનાથી બચવા માટે શું કરવું તેની માહિતી ઓડિયો વીડિયો દ્વારા આપી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરી શકાય તેની જાગૃતિ માટેનું એક એક પેમ્ફલેટ પણ દરેક બાળકને આપવામાં આવ્યું. જે બાળકો એમના ઘરે એમના વડીલોને પણ વાંચવા આપશે. વર્તમાન સમયમાં વધી રહેલી સાયબર ગુનાખોરી સામે રક્ષણ કઈ રીતે મેળવવું તે અંગેની આ જાણકારી વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થઈ પડશે.
