April 16, 2025

સુરતમાં ઝેરી કેમિકલ પીવાથી 6 ભેંસોના મોત:પશુપાલકોમાં રોષ

સુરતમાં કવાસ ગામમાં ઝેરી કેમિકલ પીવાથી 6 ભેંસોના મોતની ઘટના સામે આવી છે. લીમલા ગામ પાસેથી મૃત હાલતમાં ભેંસો મળી આવતાં પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઘટના બની તે વિસ્તારમાંથી એમોનિયા જેવું ઝેરી કેમિકલ યુક્ત પાણી મળ્યું છે. જેમાં ભેંસ આ પાણી પી જતા મોત થયું હોવાની શક્યતા જોવાઈ રહી છે. તેમજ કેમિકલ યુક્ત પાણી ક્રિભકો કંપનીનું હોવાની શક્યતા છે. ત્યારે હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી દ્વારા સુરત જિલ્લા કલેકટર અને GPCBને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ શહેરના પશુ પાલકોમાં આ મામલે કડક પગલાં ભરવા માંગ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *