November 23, 2024

ડો. રવિન્દ્ર પાટીલના જન્મદિવસ નિમિત્તે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો

  • લિંબાયતના ધારાસભ્ય શ્રીમતિ સંગીતાબેન પાટીલે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
  • લાયન્સ ક્લબ અને મોઢ વણિક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં
  • મોતિયાના 115 સહિત 385 દર્દીઓએ નેત્રયજ્ઞ શિબિરનો લાભ લીધો

તારીખ 24 ડિસેમ્બરના રોજ સુરત શહેરના માજી ડે. મેયર અને સામાજિક કાર્યકર ડો. રવિદ્ર સુકલાલ પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લા રાષ્ટ્રીય અંધત્વ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે નેત્રયજ્ઞ પ્રાથમિક તપાસ શિબિર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબાયત વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું ઉદ્ધઘાટન એમના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ લાયન્સ ક્લબ તથા સુરતી મોઢ વણિક સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તપાસ શિબિરમાં રજીસ્ટ્રેશનમાં કુલ 385 દર્દીઓના નામ દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં 115 મોતિયાના દર્દી હતાં, જેમને મોતિયા તથા ઝામરના ઓપેરેશન માટે સુવિધા આપવામાં આવી હતી. નેત્રયજ્ઞ તપાસ શિબિરને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને જન્મદિવસની ઉજવણી પ્રજાની સેવા થકી કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ડો. રવિન્દ્ર પાટીલએ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો