સુરતમાં વેબસિરીઝ જોઈ બનાવી નકલી ચલણી નોટો: ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે નકલી ચલણી નોટો બનાવનાર એક શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે વેબસીરીઝ જોઇને નકલી ચલણી- કરન્સી બનાવનાર આરોપીનું નામ રાહુલ મલિક છે, અને તે લુધિયાણાનો રહેવાસી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી હાથ ધરાતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આરોપી રાહુલે 25 લાખની નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે પોલીસે દરોડા પાડીને આરોપી પાસેથી 95 નકલી નોટો, ગાંધીજીના વૉટર માર્ક સહિતનો સામાન જપ્ત કર્યો છે, સાથે જ આરબીઆઇના થ્રેડ વિનાના બ્લૂ અને ગ્રીન શેડવાળી પટ્ટીવાળા કાગળો સહિતના સાધનો પણ તેની પાસેથી મળી આવ્યા છે જેથી આ તમામ સામગ્રી જપ્ત કરી પોલીસ વધુ તપાસ કરી રહી છે.