November 22, 2024

સુરતમાં ગટરમાં ઊતરેલા યુવતી સહિત 4 ગૂંગળાયા:1નું મોત

સુરતમાં ગટરમાં ઊતરેલા બેને બચાવવા જતા યુવતી સહિત 4 લોકો ગૂંગળાયા

સુરત પાલ- ગૌરવપથ રોડ પરની ઘટના

ખેતરમાં પાણી માટે પાલિકાની ગટરમાંથી મોટર વડે પાણી કાઢતા હતા

ફાયર વિભાગે રેસ્ક્યૂ કરીને તમામને બહાર કાઢ્યાં

ગટરમાં પહેલો ઊતરેલો યુવક મોતને ભેટ્યો

સુરત પાલ- ગૌરવપથ રોડ પર ખેતર માટે પાણી ખેંચવા ગટરમાં ઊતરેલા એક યુવતી સહિત 4 લોકોને ગૂંગળામણના કારણે બેભાન થઈ જતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને કામગીરી હાથમાં લીધી હતી. જેમાંથી 3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી 1 વ્યક્તિનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર મૂળ સુરત જિલ્લાના બરબોધન ગામના રહેવાસી 20 વર્ષીય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા ટી.આર. દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં કામ કરતો હતો. આ દરમિયાન ખેતરમાં પાણી માટે પાલિકાની ગટરમાંથી મોટર વડે પાણી કાઢતા હતા જે દરમિયાન લાઇન આડે કંઇક આવી ગયું હોવાથી તે 20 ફૂટ ઊંડી ગટરમાં ઊતર્યો હતો ત્યારબાદ એનો સંપર્ક નહીં થતાં એક પછી એક એમ યુવતી સહિત બીજા ત્રણ લોકો 40 વર્ષીય ચંદુભાઈ ધારસિંગ ગોહિલ, 20 વર્ષિય મનીષભાઈ ભરતભાઇ રાઠોડ અને અસ્મિતાબેન ધારસિંગ ગટરમાં ઊતર્યાં હતાં અને ચારેય બેભાન થઈ ગયા હતા.

આ અંગે ફાયર વિભાગને જાણ થતાં જ પાલનપુર, મોરાભાગળ, અડાજણ ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને એક યુવતી સહિત ચારને બહાર કાઢી CRP આપ્યા હતા. જોકે ગટરમાં પહેલો ઊતરેલો દર્શન નામનો યુવક આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *