October 30, 2024

સુરતના એક પોલીસ સ્ટેશનની બહાર મારામારીનો વીડિયો વાયરલ

https://youtube.com/watch?v=iJAM9bOxueA&feature=shared

પોલીસ સ્ટેશનની બહાર લોકો પોતાની મુશ્કેલીના સમાધાન માટે જતાં હોય છે પણ સુરતના એક પોલીસ સ્ટેશનની બહાર મારામારીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલાં આ વિડીયોમાં કેટલીક મહિલાઓ અને પુરુષો હોવાનું જોઈ શકાય છે અને ઘરેલું મામલે આ મારામારી થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. જો કે, બાદમાં પોલીસ મારામારી કરનારા પુરુષોને લઈને જઈ રહેલી નજરે પડે છે.

પોલીસ સ્ટેશનની બહાર જ થઈ રહેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મિડીયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે ડીંડોલી પોલીસ સ્ટેશનનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *