November 23, 2024

મેરી જાન તિરંગા હૈઃ પાલ BRTS ડેપોમાં વેસ્ટમાંથી નયનાકર્ષક બેસ્ટ

  • બસના વેસ્ટ વ્હીલ પ્લેટ અને ડ્રમમાંથી આકર્ષક તિરંગાનું સ્કલ્પ્ચર બનાવાયું, અન્ય સુવિધાઓને પણ તિરંગે રંગી દેતાં નયનરમ્ય દૃશ્ય
  • આદિનાથ બલ્ક પ્રા.લિ. દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સુંદર આઈડિયા, સફાઈ અને વૃક્ષારોપણ સાથે સારી કામગીરી બદલ બે હેલ્પરને એવોર્ડ અપાયો

દેશભરમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે દરેક વ્યક્તિ, સંસ્થા પોતપોતાની રીતે સફાઈ, વૃક્ષારોપણ ઉપરાંત દેશભક્તિ માટે અવનવા વિચાર, અંતઃસ્ફૂરણાને વાચા આપે છે. પાલ BRTS ડેપોમાં સ્વચ્છતા અભિયાન હેઠળ જ એક નયનાકર્ષક સ્કલ્પ્ચર જોવા મળ્યું છે, જે જોઈને કોઈને પણ ગૌરવની અનુભૂતિ થઈ જાય.

હકીકતમાં આ ડેપોના પરિસરમાં દર વર્ષે 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુ.એ વિશિષ્ટ મહાનુભાવો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, હાલમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોની ઉજવણીની તૈયારી રૂપે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. જેમાં બસના નકામા થઈ ગયેલા એટલે કે વેસ્ટ વ્હીલ પ્લેટ અને ડ્રમમાંથી એક પિરામીડનું સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવ્યું. એટલું જ નહીં, તેને તિરંગો કલર કરી દેતાં તે નયનાકર્ષક બન્યું છે. સાથે જ ડેપોમાં બેરિકેડ, ફાટક જેવી કેટલીક સુવિધાને પણ તિરંગાનો કલર કરી નયનાકર્ષક બનાવાયા છે.

આ અંગે ડેપોના મેનેજર સુનિલ પરજિયાએ જણાવ્યું હતું કે SMC siitilink હેઠળ ચાલતી BRTS પાલ ડેપોમાં આદિનાથ બલ્ક પ્રા. લિ. કંપની દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ વેસ્ટ માંથી બેસ્ટની કામગીરી કરવામાં આવી હતી, જે પૈકી આ સ્કલ્પ્ચર સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, સ્વચ્છ ડેપો, સ્વચ્છ ભારત” અભિયાન હેઠળ વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનમાં મેન્ટેનન્સ ડીપાર્ટમેન્ટમાં કામ કરનાર એ.સી. હેલ્પર અનિલભાઈ અને મિકેનિક આસિરખાનને સારી સફાઈ કામગીરી કરેલ હોવાથી 500/- રુ.નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો