May 24, 2025

Surat:પલસાણા- કડોદરા રોડ પર મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાયા

photo credit google

સુરત જિલ્લામાં નવા વર્ષના દિવસે જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરતના પલસાણા- કડોદરા રોડ પર આવેલી એક મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત નિપજ્યા છે. કામરેજ ઇ.આર.સી ફાયર અને બારડોલી ફાયરે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ઘરી છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, શહેરના પલસાણા કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં 4 શ્રમિકો ટાંકી સાફ કરવા ઉતર્યા હતા, આ ચારેય શ્રમિકોના ગૂંગળાઇ જવાના કારણે કરુણ મોત થયા છે. ઘટનાની જાણ થતા કામરેજ ERC ફાયર અને બારડોલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ટાંકામાંથી ચારેય શ્રમિકોના મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.