May 25, 2025

Crime:સુરતમાં પતિએ જ કરાવ્યો પોતાની પત્ની ઉપર બળાત્કાર

મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે અને એ સંબંધીઓ,પાડોશી કે કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ હવે સ્થિતિ એ છે કે, મહિલા પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. કારણે કે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે જેમાં પતિએ જ પોતાની પત્ની ઉપર બળાત્કાર કરાવ્યો છે. સુરતના પાંડેસરામાં રહેતી મહિલાને તેનો પતિ જ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો જેથી તેણે પોતાના ભાઇને આ બાબત જણાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ભોગ બનનાર આ મહિલા મુળ યુપીની રહેવાસી છે અને હાલમાં તે તેના પતિ સાથે સુરતમાં રહે છે જ્યાકે તેમનો પુત્ર યુપીમાં રહે છે.  જેમાં પતિની હાજરીમાં પતિનો મિત્ર મહિલા સાથે બળાત્કાર કરતો હતો અને પરિણીતાએ આવું કરવાની ના પાડે તો પતિ તેને માર મારતો હતો. છેલ્લાં 3 મહિનાથી પતિ અને તેના મિત્રની આવી હરકતોથી કંટાળી મહિલાએ પોતાના ભાઈની મદદ લઈને પોલીસનો સહારો લીધો હતો. પોલીસે મહિલાની ફરિયાદ લઈ પતિ અને તેના મિત્ર સામે બળાત્કારનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ મિલમાં મજૂરીકામ કરે છે અને 33 વર્ષની પરિણીતા જુલાઇમાં તેના સગીર પુત્રને લઈને પતિ પાસે પાંડેસરામાં રહેવા આવી હતી પરંતુ પુત્રની સ્કુલ શરૂ થતા તેને મોકલીને પરિણીતા પતિ પાસે રોકાઈ ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની હતી.