શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા યોજાઈ વિધાર્થી શિબિર

- બાળકોમાં સંસ્કાર અને કૌશલ્યના સિંચનનો હેતુ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા સુરતમાં વસતા બ્રહ્મબંધુઓ માટે આ વર્ષે વિશેષ વિદ્યાર્થી શિબિર 2025 નું આયોજન કરાયું હતું. ત્રણ દિવસની યોજાયેલ વિદ્યાર્થી શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધો.5 થી ધો. 10 સુધીના વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓ /વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા આ વર્ષે વિદ્યાર્થી શિબિર – 2025નું ખાસ આયોજન કરવામાં હતું.જેમાં કામરેજ તાલુકાના કોસમાડી ખાતે આવેલા શ્રી રઘુવીર ધામ આશ્રમ ખાતે ત્રિ દિવસીય વિદ્યાર્થી શિબિર આયોજિત કરાઈ હતી.

હાલ વર્તમાન સમયમાં બ્રહ્મસમાજના બાળકો સંગઠિત થવાની સાથે તેમના ઉચ્ચ સંસ્કારનું સિંચન થાય ઉપરાંત તેમનામાં બ્રહ્મ બંધુત્વના ગુણો વિકસિત થાય, બાળકો સાહસિક, આત્મનિર્ભર સાથે તેમની કૌશલ્ય શક્તિ વધે તેવા હેતુ સાથે ધો. 5 થી ધો.10ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે નિવાસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા યોજાયેલ ત્રિદિવસીય વિદ્યાર્થી શિબિર 2025ના શિબિરના અધિકારી રહેલા શ્રી બીપીનચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસ આ શિબિર ગોઠવવામાં આવી હતી. જેમાં બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો પ્રયાસ કરાયો હતો. શિબિરના પ્રથમ દિવસે બ્રાહ્મણોની ઉત્પત્તિ અને તેના કાર્યો સાથે બ્રહ્મત્વના જ્ઞાન આપવા સાથે શરૂઆત કરાઈ હતી.

આ શિબિરમાં બાળકોને ત્રણ દિવસ સંસ્કાર સાથે કૌશલ્ય શીખવાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને રાત્રે વહેલા સુવાથી લઈ વહેલા ઊઠવું, સ્વયંના તમામ કાર્ય જાતે જ કરવા, જમીન પર માત્ર ચડાઈ પાથરી સુવાનું અને નિત્ય સવાર સાંજ ઈશ્વરની પૂજા અને નિયમિત ત્રિકાળ સંધ્યા પૂજન કરાવવામાં આવતી હતી.આ પ્રકારે વિદ્યાર્થીઓને શિબિરમાં ધાર્મિક સંસ્કારો શીખવવામાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસની આ શિબિરમાં તમામ વિદ્યાર્થીઓને કૌશલ્ય વર્ધક કાર્ય પણ કરાવડાવામાં આવ્યું હતું. જેમાં બાળકોને ત્રણેય દિવસ સવાર સાંજ જુદી જુદી મેદાનની રમત રમાડવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને એડવેન્ચર એક્ટિવિટી કરાવડાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને રાયફલ શૂટિંગથી લઈ રેફલિંગ એટલે કે દોરડા વડે ઝાડ પર ચડવું અને ઉતરવું જેવી એક્ટિવિટી શીખવાડવામાં આવી હતી. અને આ ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓનો વ્યક્તિગત વિકાસ અને મેન્ટલ હેલ્થ અવેરનેસ થાય તેમજ અભ્યાસમાં રુચિ કેળવાય તે માટે જુદા જુદા પ્રેરણા વર્ધક બૌદ્ધિક પ્રવચનો પણ રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થી શિબિર 2025 ના અંતિમ દિવસે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની ટીમ, દરેક વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો આશ્રમ ખાતે પહોંચયા હતા. પ્રમુખ જયદીપભાઇ ત્રિવેદી અને સંગઠનના સૌ હદેદારો ઉપસ્થિત રહી શિબિરના સમાપન કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સંગઠનના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદી અને સમગ્ર ટીમ દ્વારા શિબિરમાં હાજર તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિશેષ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ – સુરત અને શ્રી રઘુવીરધામ આશ્રમ, કોસમાડી, સુરત દ્વારા શિબિરમાં તાલીમ મેળવવાનું પ્રમાણપત્ર અને રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી.

આ શિબિરમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ અને વાલીઓ એ જીવનમાં સંસ્કાર સાથેનું કૌશલ્ય નું જ્ઞાન મેળવતા આનંદની લાગણી અનુભવી હતી અને આ શિબિરના આયોજન બદલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ શિબીર પ્રમુખ શ્રી જયદીપ ઘનશ્યામ ત્રિવેદી ના માર્ગદર્શન માં યોજવામાં આવ્યો હતો. શિબિર ને સફળ બનાવવા માટે મહામંત્રી શ્રી નીકુંજભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી યોગીનભાઈ શુકલ, મહંત હરિવંશ રાજગુરુ યુવા પ્રમૂખ શ્રી રવિભાઈ જાની, યુવા મહામંત્રી શ્રી હર્ષ રાવલ, વેદ જોષી, મિત જોષી, પ્રણવ ઠાકર, પ્રથમ જોષી તથા શ્રી રઘુવીરધામ આશ્રમ ના તમામ સેવકો એ જેહમત ઉઠાવી હતી.સંપર્ક સુત્રજયદિપભાઈ ત્રિવેદી9825148249