November 21, 2024

Statue Of Unity: જંગલ સફારીમાં ઉમેરાયું એક સ્નેક હાઉસ 

photo credit google

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે પ્રવાસીઓના મનોરંજન માટે અવનવા આકર્ષણો ઉપલબ્ધ છે ત્યારે પ્રવાસીઓની સુવિધાઓ અને મનોરંજનમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓ માટે એક સ્નેક હાઉસ બનાવાયું છે. જેને હાલ ટ્રાયલ બેઝ પર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સાપ મૂકવામાં આવ્યા છે.

આ સ્નેક હાઉસમાં અલગ અલગ દેશોના અલગ અલગ પ્રકૃતિના સાપો જેવાં કે, ઇન્ડીયન રોક પાઈથન, રસન્સ વાઈપર, ઈન્ડિયન રાઈક સ્નેક,આફ્રિકન બોલ પાઈથન, ગ્રીન ઇકવાના જેવા સાપ લાવવામાં આવ્યા છે. જોકે હવે આ સ્નેક હાઉસને 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી દ્વારા પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખુલ્લું મુકાવાની શક્યતા છે. જોકે હાલ તો આ જંગલ સફારી પાર્કમાં અનેક નવા જાનવરો લાવવામાં આવી રહ્યા છે તેને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકર માં જંગલ સફારી નિર્માણ પામ્યું છે. આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે. જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. જેને લઈને પ્રવાસીઓનો હંમેશા ધસારો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *