May 25, 2025

નશા વિરુદ્ધ સામાજિક જનજાગૃતિ રેલી

આજે નશા મુક્તિ અભિયાન-ઉમરવાડા ગ્રુપ અને જમાતે ઈસ્લામી હિન્દ,સુરત દ્વારા સલાબતપુરા પોલીસનાં સહયોગથી નશા (ડ્રગ્સ,ચરસ,ગાંજા,અફીણ,દારૂ અને સીરપ) વિરોધી સામાજીક જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રેલી ઉમરવાડા કોમ્યુનિટી હોલથી શરૂ થઈને ડી – ટેનામેન્ટ,નવી ટેનામેન્ટ,લો – કોસ્ટ કોલોની,સલીમ નગર,ચીમની ટેકરા,૮૦ ફૂટ રોડ,હળપતિ કોલોની,પદમા નગર,રેલ રાહત કોલોની, બાખડ મહોલ્લા,ખ્વાજા નગર,ખટોદરા કોલોની થઈને ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,રિંગરોડ, સુરત ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અસલમ સાયકલવાલા, મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.