સિક્કિમમાં વાદળ ફાટ્યુ: સેનાના 23 જવાનો થયા લાપતા
ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું હતુ જેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સેનાના 23 જવાનો ગુમ થયાના હોવાના સમાચાર છે. જો કે સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે અને આ દુર્ધટનાને પગલે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગ સિંગતમ પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે પૂર બાદ ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈ સુધી વધી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો ડૂબી ગયા હતા અને આ ઉપરાંત સેનાના 23 જવાનો પણ ગુમ થયાના હોવાના સમાચાર છે.
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે મંગન જિલ્લાના ઉત્તર ભાગમાં વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. દરેકને સતર્ક રહેવાની અને બેસિન નદીની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે તેમજ આદર્શગાંવ, સમરદુંગ, મેલ્લી અને અન્ય સંવેદનશીલ સ્થળોના તમામ રહેવાસીઓને ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે ત્યારે અચાનક આવેલી આફતને કારણે સોરેંગમાં નર બહાદુર ભંડારી જયંતિની ચાલી રહેલી ઉજવણી રદ કરવામાં આવી છે.