સુરતમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત આયોજિત વિદ્યાર્થી શિબિર

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત સુરત દ્વારા સુરતમાં વસતા બ્રમ્હબંધુઓ માટે આ વર્ષે વિદ્યાર્થી શિબિર – 2025નું ખાસ આયોજન કર્યું છે.હાલ વર્તમાન સમયમાં બ્રહ્મસમાજ ના બાળકો સંગઠિત થવાની સાથે ઉચ્ચ સંસ્કારનું સિંચન થાય ઉપરાંત તેમનામાં બ્રહ્મ બંધુત્વના ગુણો વિકસિત થાય, બાળકો સાહસિક અને આત્મનિર્ભર બને તેવા હેતુ સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ના પ્રદેશ સંગઠન મંત્રી અને સુરત એકમ ના પ્રમુખ શ્રી જયદીપ ઘ.ત્રિવેદી ના માર્ગદર્શન માં વિદ્યાર્થી શિબિર 2025 નું આયોજન કર્યું છે.જેમાં બાળકોના શારીરિક અને બૌદ્ધિક વિષયોના ઉદ્દેશ્યથી ધો. 5 થી 10ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે નિવાસી શિબીર નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર આવનાર તા.9 મેં થી 11 મેં ત્રણ દિવસની રાખવામાં આવી છે. જેમાં કામરેજ તાલુકાના કોસમાડી ગામ ખાતે આવેલા શ્રી રઘુવીર ધામ આશ્રમ ખાતે વિધાર્થીઓને લઈ જવામાં આવશે. આ શિબિરમાં વિદ્યાર્થીઓને સંસ્કાર શીખવાની સાથે તેઓના તમામ કાર્ય જાતે જ કરવાના હોય છે. આ સમગ્ર શિબિર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આશ્રમ સુધી લઈ જવાની અને પાછા લાવવાની તમામ વ્યવસ્થા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ એ આ શિબિર માં ભાગ લેવો હોય તેઓના વાલીએ શ્રી નિકુંજભાઇ આચાર્ય (9624262884) નો સંપર્ક કરવા વિનંતી.સંપર્ક સુત્ર જયદિપ ત્રિવેદી 9825148249