શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા ગીત સ્પર્ધાનું આયોજન
સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની યુવા પાંખ દ્વારા 10 સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ અનોખી સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પાલ ગૌરવ પથ રોડ પર આવેલા બેલેસીમો હબ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. સુરતમાં રહેતા જુદા જુદા જ્ઞાતિના બ્રાહ્મણો ને સંગઠિત કરવાના હેતુ સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની યુવા પાંખ દ્વારા વિશેષ બ્રમ્હ આઈડલ કરાઓકે સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સુરતના બ્રહ્મ સમાજના યુવાનો – યુવતીઓમાં ગીત સંગીતની છુપાયેલી શક્તિને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અઘ્યક્ષ તરીકે શ્રી અનિલભાઇ બગદાણા, ઉદ્ઘાટક તરિકે શ્રી નિતીનભાઈ મેહતા (શ્રી અન્નપુર્ણા માતા મંદીર), મુખ્ય મેહમાન તરીકે શ્રી જયદીપ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત)વિશેષ અતિથિ તરીકે રેલ્વે ડીવાયએસપી દિપક ગોર, નાટ્ય કલાકાર કપિલદેવ શુક્લા, બીપીન ભટ્ટ , શ્રી દેવાંગ દવે (ફિલ્મી ગીત ગાયક)સહિત શહેરના અનેક બ્રહ્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની યુવા પાંખ દ્વારા યોજવામાં આવેલી બ્રહ્મ આઇડલ કરાઓકે ગીત સ્પર્ધામાં સૌપ્રથમ ઓડિશન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી 33 જેટલા યુવક યુવતીઓએ ઓડિશન આપ્યું હતું. જેમાંથી 18 સ્પર્ધકોને ફાઇનલ સિલેક્ટ કરાયા હતા. સિલેક્ટ કરાયેલા આ ફાઈનલ 18 સ્પર્ધકો વચ્ચે આજે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાગ લેનાર તમામ નવ યુવક યુવતી સંગીતકાર હોય મનમોહન ગીતો પ્રસ્તુત કર્યા હતા.
બ્રહ્મ આઇડલ કરાઓકે ગીત સ્પર્ધામાં ભાગ લીધેલ 18 સ્પર્ધકો માંથી જજ દ્વારા બે કેટેગરીમાં ચાર જેટલા સ્પર્ધકોને વિજેતા બનાવવામાં આવ્યા હતા. 12 થી 17 વર્ષની કેટેગરીમાં પાંચ જેટલા સ્પર્ધકો હતા. જ્યારે બીજી ૧૮ થી ૪૦ વર્ષની કેટેગરીમાં 13 જેટલા સ્પર્ધકો મળી કુલ 18 સ્પર્ધકો હતા.જેમાંથી 12 થી 17 વર્ષની કેટેગરીમાં દેવ પંકજભાઈ પંડ્યા નામના યુવકને વિજેતા જાહેર કર્યો હતો.જ્યારે 17થી 40 વર્ષની કેટેગરીમાં ડો.પ્રિયંકા રાકેશભાઈ ઉપાધ્યાય, દ્રષ્ટિ સુરેશભાઈ જોશી અને સુરાલી ધ્રુવ ત્રિવેદી ને અનુક્રમે પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કર્યા હતા.આ તમામને વિશેષ ટ્રોફી અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત બ્રહ્મ સમાજ દ્વારા ભાગ લેનાર તમામનો જુસ્સો હોંસલો વધારવા ફાઇનલમાં પહોંચેલ તમામ 18ને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. તમામને કશ્યપ દવે, વિમલભાઈ જોશી, અને સોનલબેન વ્યાસ સે જજ તરીકે સેવા આપી હતી.