November 21, 2024

ધરમપુરમાં 31 લાખ રૂદ્રાક્ષનું શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું

  • તાલુકાના તિસ્કરી સ્થિત શ્રી સોમેશ્વર મહાદેવ ખાતે તા. 18મી સુધી ચાલનારા મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ
  • દરરોજ 11 કુંડી હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ, શિવકથા, તા. 16મીએ શિવવિવાહ અને તા. 18મીએ મહાશિવરાત્રી મહાપૂજા

ધરમપુર તા: ધરમપુર તાલુકાના તિસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત આજે રવિવારે લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી.

શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં ૩૧ લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા ૩૧ ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, ૧૫ ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય અને દિવ્ય આયોજન તીસ્કરી (તલાટ) ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે જેનો આજે ભવ્ય પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત પ્રારંભ થયો છે.

આ અવસરે ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને ઉદ્બોધન કર્યું હતું. શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તીસ્કરી (તલાટ) તથા સમસ્ત ગ્રામજનો અને સમિતિ ભેગા મળીને આ ભવ્ય આયોજન કર્યું છે. આ અવસરે ઉપ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, મહેન્દ્ર ચૌધરી, તા.પ.પ્રમુખ રમિલબેન ગાવીત, ગણેશ બિરારી, માજી ધારાસભ્ય હીરાભાઈ, માજી પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, દિપક રાજાણી, નીલેશ રાંચ, નરેન્દ્ર ઠક્કર તથા તીસ્કરી (તલાટ)ના નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *