શાકંભરી માતાજીને શાકભાજીનો શ્રૃંગાર કરાયો
- આશાપુરી બાલાજીનગરમાં પદ્મશાલી સમાજ દ્વારા આયોજન, માતાજીને ચઢાવેલા શાકભાજીમાંથી શાક બનાવી ભંડારામાં ભક્તોને પ્રસાદી તરીકે પીરસાયો
સુરતઃ આશાપુરી બાલાજી નગરમાં મકર સંક્રાંતિના ઉપલક્ષમાં શાકંભરી માતાના પૂજા અર્ચના કરી, વિવિધ પ્રકારના શાકભાજીથી માતાજીનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રસાદીરૂપે તે જ શાકભાજીથી શાક બનાવી ભક્તો માટે વિશાલ ભંડારાનું આયોજન કરી તે શાકને પ્રસાદ તરીકે ભક્તોને પીરસવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતાં. આ પ્રસંગે તેલુગુ સમાજના અગ્રણી તથા વોર્ડ નંબર 25 ના મહામંત્રી શ્રી રાપોલું બૂચિરમુલું તથા સાગર એમ. વેલધી, પ્રભાકર કુરાપટી, કોમટી શ્રીનિવાસ, માર્ગમ ઉપેન્ડર, બૈરી રમેશ, દિકોંડા પ્રભાકર, સિદ્ધ શ્રીનિવાસ, મેકા લિંગમૂર્થી, બોદ્દુલા શ્રીનિવાસ, સમાલ ઉમેશ તથા બુદરાપુ પ્રસાદે હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધા હતા.
આ પ્રકારના કાર્યક્રમોનું દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત શહેરમાં વસતા તેલુગુ પદ્મશાલી સમાજ તથા અન્ય સમાજના લોકો હાજરી આપી, ભક્તિ શ્રદ્ધાથી માતાજીના આશીર્વાદ મેળવે છે. ખાસ કરી માતાજીના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને ધન્યતા અનુભવે છે. શાકભાજીથી શણગારેલા માતાજીના દર્શન અનન્ય હોય છે, સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રસંગની ભક્તો રાહ જોતા હોય છે.