May 24, 2025

સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન

photo credit SMC

31મી ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે ત્યારે આ અવસર નિમિતે રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, જેના ભાગરુપે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસના સંયુકત ઉપક્રમે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે તા.૩૧/૧૦/ર૦ર૩ મંગળવારના રોજ સવારે ૬ઃ૩૦ કલાકે ” રાષ્ટ્રીય એકતા રન” નો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ,સુરત ખાતે રાખવામાં આવેલ છે. જેનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ પાર્લે પોઇન્ટ બ્રિજની નીચે સરગમ શોપીંગ સેન્ટરથી યુ-ટર્ન લઇ ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુઘી રાખવામા આવેલ છે. જેમા શહેરીજનોને ભાગ લેવા અનુરોધ છે.