November 21, 2024

હવામાન એલર્ટ: ભારે વરસાદની આગાહી:ટ્રેન વ્યવહાર ખોરવાયો

હવામાન વિભાગ દ્વારા તારીખ 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં આજે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ સૌથી વધુ એલર્ટ પર છે.

વરસાદની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો નર્મદામાં આવેલાં પૂરના કારણે તેની આસપાસનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી કેટલાંક લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાંક લોકો પોતાના ઘરોની છત પર રહેવાં માટે મજબુર બન્યા છે. લોકોની ઘરવખરી તથા ઘરોને પણ ખાસ્સુ એવું નુકશાન થયુ છે ત્યારે ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટી કરતાં 10 ફૂટ વધુ પાણી વહેતાં ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જેની અસર રેલવે પર પણ જોવામાં મળી રહી છે. નર્મદા ડેમના પાણી રેલવે ટ્રેક ઉપર ફરી વળતા ભરૂચ અને અંકલેશ્વર તરફ જતી અને આવતી તમામ ટ્રેનોને અનિશ્ચિત સમય માટે જે તે રેલવે સ્ટેશન ઉપર અટકાવી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનને રદ કરવામાં આવી છે જેને કારણે અનેક મુસાફરો અટવાયા હતા. જો કે, વડોદરા ડિવિઝનની ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના પુલ નંબર 502 પર જોખમના નિશાનથી ઉપરના પાણીના સ્તરને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ હતી પરંતુ વોટર લેવલ ખતરાથી નીચું થતા આ રૂટ પર રેલવે સુવિધા શરૂ કરવામાં આવી છે તથા બરોડાથી સુરત જતા મુસાફરો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *