October 31, 2024

સુરતની સિમ્ગા સ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ

  • વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, મેડલ અપાયા

શહેરની અગ્રણી સિમ્ગા સ્કૂલ ખાતે વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ઉર્દૂ માધ્યમના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં અભ્યાસ ઉપરાંત રમતગમત, હિન્દી પરીક્ષા, વક્તૃત્વ જેવી સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફીઓ, મેડલ્સ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સિમ્ગા સ્કૂલના પ્રમુખ ડો. ઈક્બાલભાઈ સૈયદ સાહેબ, ઉપપ્રમુખ શફીભાઈ જરીવાલા, મહામંત્રી મઝહરભાઈ નાતાલવાલા, સહમંત્રી મુઝફ્ફરભાઈ નાતાલવાલા, કમિટિના સભ્ય મોહંમદ ઈક્બાલ મલેક, એઝાઝભાઈ પઠાણ વિગેરેએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *