April 4, 2025

  PM મોદીએ કર્યા સાંઈબાબાના દર્શન:નવા પ્રોજેક્ટનું કર્યુ ઉદ્ઘાટન

Photo credit google

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના શિરડી પહોંચીને સાંઈબાબા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શિરડીની તેમની મુલાકાત દરમિયાન તેમણે શિરડીમાં આરોગ્ય, રેલ, માર્ગ, તેલ અને ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોના લગભગ 7500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતા. બાદમાં પીએમ મોદીએ મંદિરના દર્શન માટે બનાવવામાં આવેલ લાઈન કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદી દ્વારા જે નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ તેનો ઓક્ટોબર 2018માં પીએમ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ સંકુલ એક વિશાળ ઇમારત છે જે ભક્તો માટે તૈયાર કરવામાં આવી છે અને તેની બેઠક ક્ષમતા 10 હજાર જેટલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *