PM મોદી બે દિવસ ગુજરાતમાં:નારી શક્તિ વંદન કાર્યક્રમમાં આપી હાજરી
PM મોદી મંગળવારે સાંજે બે દિવસીય ગુજરાત પ્રવાસ નિમિત્તે અમદાવાદ પહોંચ્યા છે અને એરપોર્ટ નજીક નારી શક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ અગાઉ તેમણે ખુલી જીપમાં સભાસ્થળ તરફ રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ લોકોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદી કાર્યક્રમ બાદ રાજભવન જશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.
PMના ગુજરાત પ્રવાસ દરમિયાન આવતીકાલે સવારે 10.00 કલાકે સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ યોજાશે જેમાં ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેનો એમ્બેસેડર્સ હાજરી આપશે અને ત્યાંથી તેઓ બોડેલી પહોંચશે જ્યાં 450 કરોડના કામોનું લોકાર્પણ કરશે. બાદમાં તેઓ બપોરે 2 વાગ્યે વડોદરા પહોંચશે જ્યાં ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે.