May 11, 2025

વડાપ્રધાન મોદી બનશે બે દિવસ ગુજરાતના મહેમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે,27 જુલાઈના રોજ ગુજરાતમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. PM મોદી રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે તેના નિર્માણનો કુલ ખર્ચ આશરે 1,500 કરોડ રૂપિયા આવ્યો હતો. તેનો રનવે 3,000 મીટર લાંબો છે, તેથી મોટા વિમાનો અહીં ઉતરી શકે તેવી વ્યવસ્થા હોવાથી રાજકોટવાસીઓને લાભ થશે.

વડાપ્રધાન ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ સાથે સમગ્ર દેશમાં એર કનેક્ટિવિટી સુધારવાના પીએમના વિઝનને વેગ મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કુલ 2500 એકરથી વધુ જમીન પર કરવામાં આવ્યો છે તેમાં લેટેસ્ટેટ કનોલોજી અને ટકાઉ સુવિધાઓ છે. આમાં ટર્મિનલ બિલ્ડીંગ ઈન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (GRIHA-4) માટે ગ્રીન રેટિંગ અને નવી ટર્મિનલ બિલ્ડીંગ (NITB) ડબલ ઈન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, સ્કાઈલાઈટ્સ, LED લાઈટિંગ, લો હીટ ગેઈન ગ્લેઝિંગ જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.