April 4, 2025

Fire: સુરતની પાંડેસરા GIDCમાં આગ:6 ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે

photo credit gujarat headline

સુરતના પાંડેસરા GIDCમાં વિકરાળ આગ ફાટી નિકળતાં અફરાતફરી મચી જવા પામી હતી. પાંડેસરા GIDCમાં આવેલી પ્રયાગરાજ મિલમાં ભભૂકેલી આગની જાણ ફાયર વિભાગને કરતા શહેરના 6 ફાયર સ્ટેશનથી કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને 17થી વધુ ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.

આ ભીષણ આગને પગલે ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે ત્યારે આગની ભયનકતાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને થાળે પાડવાના કામમાં જોતરાયો છે. જો કે મિલમાં કોઈ ફસાયું છે કે નહીં તે અંગે ફાયરના જવાનો તપાસ કરી રહ્યા છે ત્યારે હાલમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *