ગાંધી જયંતી નિમિત્તે સવારે ગાંધીજીની પ્રતિમા પર સુતરાંજલિનો કાર્યક્રમ યોજાયો
- શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
- પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.ગુજરાત પ્રદેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના સંયોજક શ્રી ઉર્વીશ ભાઈ શાહ દ્વારા વક્તવ્ય અપાયું
આજરોજ તારીખ 2 ઓક્ટોબર બુધવારના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મેયર શ્રી તથા સંગઠનના પદાધિકારી શ્રી ઓ દ્વારા સુતરની આંટી પહેરાવી નમન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખાદીની વસ્તુઓની ખરીદી માટે ભાજપના કાર્યકર્તાઓને આહ્વાહન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સાંજે 4:30 કલાકે પંડિત દીનદયાલ ભવન ભાજપ કાર્યાલય ઉધના ખાતે ઓડિટોરિયમ માં આદરણીય પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રના જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના ABP અસ્મિતા ચેનલ પર યોજાયેલ *”અભિયાન બેમિસાલ સ્વચ્છતા કે 10 સાલ”* ઇન્ટરવ્યૂને સહુ સંગઠનના પદાધિકારી શ્રી ઓ દ્વારા લાઈવ નિહાળવામાં આવ્યો હતો આ ઇન્ટરવ્યૂ બાદ ઓડિટોરિયમ ખાતે જ *પ્રબુદ્ધ નાગરિક સંમેલન* યોજાયું હતું. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પ્રદેશમાંથી આવેલ ચાર્ટર્ડ એકાઉન્ટ સેલના પ્રદેશના સંયોજક શ્રી ઉર્વીશભાઈ શાહ દ્વારા 2014 પહેલા અને 2014 પછી ભારતની પ્રગતિ વિશે વિસ્તારથી ચિતાર રજૂ કર્યો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા પક્ષના મૂળભૂત સિદ્ધાંત કે જે પંડિત દીન દયાલ ઉપાધ્યાય જી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ *”એકાત્મ માનવવાદ”* કે જે છેવાડાના માનવી ને ધ્યાનમાં લઇ વિવિધ યોજનાઓનું ખરા અર્થમાં ઈમ્પ્લીમેન્ટ કરવામાં આવ્યું તે સંદર્ભે વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે કોવિડ કાળ દરમિયાન વિશ્વના વિકસિત દેશોને એવું લાગતું હતું એ ભારત તેમના ઉપર બોજ બનશે તેની જગ્યાએ ભારતે મોદીજીના નેતૃત્વમાં વેક્સિનનું નિર્માણ કરી અસંખ્ય દેશોને વિના મૂલ્યે આપી કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. ત્યારબાદ વિદેશ નીતિના ભાગરૂપે તેમને જણાવ્યું હતું કે આજે વિશ્વમાં મોદીજીના નેતૃત્વમાં ભારતની છબી કેટલી હદે બદલાઈ ગઈ છે તેના અસંખ્ય ઉદાહરણો આપ્યા હતા. મોદીજીના નેતૃત્વમાં વિશ્વમાં આર્થિક રીતે ભારત દસમાં ક્રમ પરથી પાંચમા ક્રમે આવ્યું તે નીતિઓ માટે પણ વાત કરવામાં આવી હતી. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી મહામંત્રી શ્રી ઓ શ્રી કિશોરભાઈ બિંદલ શ્રી કાળુભાઈ ભીમનાથ સ્થાઈ સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી શ્રીમતી સંગીતાબેન પાટીલ શ્રી અરવિંદભાઈ રાણા શ્રી કાંતિભાઈ બલર સંગઠનના સહુ પદાધિકારી શ્રી ઓ વિવિધ વોર્ડના પ્રમુખશ્રી મહામંત્રી શ્રી ઓ નગરસેવકશ્રીઓ તથા અપેક્ષિત શ્રેણીના સહુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.