ઓ ગુરુજનો… તમને ક્યારેય ભૂલીશું નહીં. તેલુગુ માધ્યમના માજી વિદ્યાર્થીઓ

મારુતિ નગર પ્રાથમિક શાળા તેલુગુ માધ્યમ સને 2014/2015 માં ભણેલા વિદ્યાર્થીઓના સ્નેહ મિલન કાર્યક્રમ ગોડાદરામાં આવેલ પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો.તેમાં આશરે 60 થી વધારે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ ગુરુજનોને શોલ ઓઢાવી,મોમેન્ટો આપી અને પુષ્પગુચ્છ થી સન્માન કર્યો હતો. 20 વર્ષ પછી મળેલા વિદ્યાર્થીઓ એકબીજાને પ્રેમથી આવકારી ભૂતકાળની સ્મરણોને યાદ કરી આનંદની લાગણી અનુભવી એકબીજાને ભેટ્યા હતા. આ સંદર્ભે શિક્ષક અને તેલગુ સમાજના આગેવાન શ્રી રાપોલુ બૂચીરામુલુ એ જણાવ્યું હતું કે જીવનમાં પ્રાથમિક શિક્ષા આપેલ શિક્ષકોને તેમજ જન્મ આપેલ મા-બાપને અને જન્મભૂમિ અને કર્મભૂમિને હંમેશા યાદ કરવા શિખામણ આપી હતી.આ સંદર્ભે વિદ્યાર્થીઓ એ આશ્વાસન આપતા કહ્યું હતું કે અમો આજીવન સુધી ગુરુજનોને ક્યારેય પણ ભૂલશું નહીં તેમજ આધુનિક યુગમાં વૈભવી ખર્ચ ન કરતા અમો ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપીને આવા કાર્યક્રમને સફળ બનાવીશું તેવી બાહેધરી આપી હતી.આ કાર્યક્રમમાં શિક્ષકો રાપોલું બુચિરામુલુ,શ્રીરામ બુચૈયા,યેન્નમ સત્યનારાયણ,પ્રભાકર એલગેટિ,કનકૈયા એલગેટી, વેમુલા શ્રીનિવાસ, વિદ્યાસાગર કંદગટલા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ સામલા,શ્રીનિવાસ, નાગરાજ એનાગંદુલા,રુદ્રા કાર્તિક, રુદ્રા નિલેશ,શ્રવંતિ ચિંતાકીન્દી, બોગા ત્રિવેણી, ચિટયાલા શ્રવંતી,કસ્તુરી ગીતા એ ખુબ જ મહેનત કર્યો હતો. છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સર્વે એ ભાગ લીધો હતો.