December 3, 2024

નિતીશકુમારની ટિપ્પણી મામલે BJP, સુરત મહાનગર મહિલા મોર્ચાની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

photo credit gujarat update

બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારની મહિલાઓ માટે અમર્યાદિત અને અભદ્ર ટિપ્પણી સામે દેશભરમાં મહિલાઓમાં જબરદસ્ત આક્રોશ.

ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર મહિલા મોર્ચાની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન.

બિહાર વિધાનસભામાં બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર દ્વારા મહિલાઓ માટે જે અમર્યાદિત અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની સામે દેશભરની મહિલાઓમાં ઉગ્ર રોષ જોવામાં આવ્યો હતો .જે રીતે નીતીશકુમાર દ્વારા અશ્લીલ કહી શકાય તેવા શબ્દોનો ઉપયોગ વિધાનસભામાં કરવામાં આવ્યો હતો તેની સામે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમના શબ્દો અત્યંત વાંધાજનક અને મહિલાઓને અપમાનિત કરનારા હતા.તેની સામે આજે ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર મહિલા મોર્ચાની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .
જેમાં મહિલા મોર્ચાની બહેનો સાથે સુરત મહાનગર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા , ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , મેયર શ્રી દક્ષેશ માવાણી , મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ , શ્રી કિશોરભાઈ બિન્દલ , શ્રી કાળુભાઇ ભીમનાથ , સુરત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીશ્રીઓ, નગરસેવકશ્રીઓ તથા અગ્રણી કાર્યકર્તાશ્રીઓ પણ જોડાયા હતા.

ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા જણાવાયું હતું કે, એક મુખ્યમંત્રી દ્વારા જે રીતે વિધાનસભામાં મહિલાઓ માટે અત્યંત વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તે અક્ષમ્ય છે અને ભારતીય જનતા પાર્ટી શ્રી નિતીશકુમારના રાજીનામાની માંગણી કરે છે.

photo credit gujarat update

સુરત મહાનગરના પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, જયારે નિતીશકુમાર દ્વારા આ શબ્દો કહેવાતા હતા ત્યારે તેમના જ પક્ષના મહિલા વિધાયકો અને શ્રીમતી રાબડી દેવીએ શરમથી માથું ઝુકાવી દીધું હતું , જે બતાવે છે કેટલી હલકી કક્ષાની વાત કરવામાં આવી રહી હતી . આ માટે દેશભરની મહિલાઓ કયારે પણ નિતીશકુમારને માફ નહીં કરે. આ ઉપરાંત સુરત શહેરના મેયર દ્વારા પણ આની ઘોર નિંદા કરી તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો