Navratri: ગરબા આયોજકો માટે આરોગ્ય વિભાગે કરી ગાઈડલાઈન જાહેર
ગુજરાતમાં નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે જેમાં આયોજકો પણ ખેલૈયાઓને આકર્ષવામાં કોઈ કસર છોડવા માંગતા નથી ત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જેથી તહેવારના પર્વને ધ્યાનમાં રાખી હાર્ટ એટેકના દર્દીઓ માટે આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. નવરાત્રિમાં આવા બનાવો ન વધે તે માટે નવરાત્રિમાં આરોગ્ય વિભાગ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે.
નવરાત્રી ગુજરાતીઓનો માનીતો અને જાણીતો તહેવાર છે. આ તહેવારમાં ગરબા રમવાની સાથે જ માતાજીની આરાધના કરવામાં આવે છે અને આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે ગરબાના ખાનગી આયોજકોએ આરોગ્યની ટીમ રાખવી ફરજિયાત છે. આ માટે ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની વ્યવસ્થા રહેશે. CHC અને PHC સેન્ટરમાં પણ આ મુજબની સૂચના આપવામાં આવી છે તેમજ ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમ રાખવાની વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે.
આરોગ્ય વિભાગની આ માર્ગદર્શિકા મુજબ, ગરબાના સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવામાં આવશે જ્યારે CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે.