November 23, 2024

મુંબઈમાં 7 માળની ઈમારતમાં ભીષણ આગ:7નાં મોત, 39 ઇજાગ્રસ્ત

 મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. MG રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ લાગતાં સાત લોકોના મોત થયા છે અને 39 લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 31 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

ગોરેગાંવ વેસ્ટમાં જય ભવાની નામની ઈમારતમાં ગઇકાલે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ જય ભવાની નામની ઈમારતમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની સાથે જ 31 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા જ્યારે 39 ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જો કે આ આગ એટલી વિકરાળ હતી કે, બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોઇ શકે છે. આગ થોડી જ વારમાં આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઇ ગઇ હતી ત્યારે HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી 6 લોકોના મોત થયા છે, જેમાં પાંચ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. 25 ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં 12 પુરુષો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો