May 24, 2025

પોલીસ સ્ટેશનમાંથી દારુ ગટકાવી ગયેલા ઉંદરની કરાઈ ‘ધરપકડ’

photo credit google

ઉંદરો દ્વારા જરુરી સામાન કે દસ્તાવેજો કોતરવાના કિસ્સાઓ તો આપણે સાંભળતા જ હોઈએ છીએ પણ મધ્ય પ્રદેશના છિંદવાડાથી ઉંદરો પર દારુ ચોરીનો મામલો સામે આવ્યો છે. અહીં એક ઉંદરને પોલીસે પકડ્યો છે. આ ઉંદર પર આરોપ છે કે તે પોલીસ મથકમાં રાખવામાં આવેલો દારૂ પી ગયા હોવાથી આ ઉંદરને પૂરાવા તરીકે કોર્ટમાં પણ રજૂ કરાશે.

વાત એમ છે કે, છિંદવાડાના એક પોલીસ મથકમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની પ્લાસ્ટિકની બોટલો સ્ટોર રૂમમાં રાખવામાં આવી હતી. જ્યારે આ બોટલોને કોર્ટમાં રજૂ કરવાનો વારો આવ્યો તો પોલીસે જોયું કે લગભગ 60 બોટલો ખાલી થઈ ગઈ હતી. પોલીસે આ અંગે તપાસ કરી તો દારૂ તો ઉંદરો પી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી હવે પોલીસે એક ઉંદરને પકડ્યો છે અને દારૂ ખતમ કરવાના પૂરાવા તરીકે હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જો કે, જે મામલે દારૂ જપ્ત કરાયો હતો તે હજુ સુધી કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે પોલીસ હવે કોર્ટને એ સમજાવવામાં મહેનત કરી રહી છે કે કઈ રીતે આ દારૂ ખતમ થઈ ગયો.