May 24, 2025

મેક્સિકોમાં Otis વાવાઝોડાનો કહેર: 27ના મોત

photo credit NPR

મેક્સિકોના અલાપુલ્કોમાં વાવાઝોડું ઓટિસ (Otis) ટકરાયા બાદ ઓછામાં ઓછા 27 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4 લોકો હજુ પણ લાપતા છે. ઓટિશના કારણે મોટાપ્રમાણમાં તારાજી સર્જાઈ છે ત્યારે મૈક્સિકન અધિકારીઓ હાલ ઓટિસના કારણે સર્જાયેલ તબાહીનો તાગ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

પેસિફિક મહાસાગરના કિનારે સ્થિત મેક્સિકોના કિનારે ‘ઓટિસ’ વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાયું હતું. જોરદાર પવન સાથે વરસાદના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી જેમાં લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ભારે નુકશાન પહોંચ્યુ છે. આ વાવાઝોડું એટલું શક્તિશાળી છે કે મેક્સીકન સરકારના જણાવ્યા પ્રમાણે વર્ષ 1950 પછીનું આ સૌથી ભયંકર વાવાઝોડું સાબિત થયું છે. તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વાવાઝોડું એટલું ખતરનાક હતું તેનાથી બચવા માટે તૈયારી કરવાનો પણ સમય મળ્યો ન હતો કારણ કે ચક્રવાત તેના ઉદ્ભવના 12 કલાકની અંદર જ દરિયાકાંઠેના વિસ્તારમાં ટકરાયું હતું.