October 30, 2024

માહ્યાવંશી સમાજ:ગણેશ વિસર્જનમાં કર્યુ ઉમદા સેવા કાર્ય


સુરતમાં ડભોલી ગામ અને સિદ્ધાર્થ ચોકનો માહયાવંશી સમાજમાં એક ઈતિહાસ રહ્યો છે અને ભુતકાળમાં અનેક પ્રસંગોએ એ પુરવાર થયુ છે કે ડભોલી માહયાવંશી સમાજ કેટલો એકજૂટ છે ત્યારે ગણેશ વિસર્જનના દિવસે 24 કલાકની ડયુટી પર હાજર રહેલાં શહેરના લગભગ 7000થી વધુ પોલીસકર્મીઓને ચા, નાસ્તો અને જમવાનુ પુરુ પાડી સમગ્ર સમાજ અને સુરત શહેર માટે અનેરુ ઉદાહરણ પુરુ પાડી ગૌરવનું કામ કર્યુ છે અને સહુને એક રાહ બતાવી છે કે સમાજસેવા આ રીતે પણ થઈ શકે..સતત 48 કલાકની સખત મહેનત વડે સમગૃ ડભોલી માહયાવંશી ભાઈઓ અને સેવા મા પોતાનુ શ્રેષ્ઠ યોગદાન આપનાર બહેનોની માનવતાએ માહયાવંશી સમાજનુ મસ્તક ગૌરવથી ઉચુ કરી દીધુ છે. શ્રી રમણભાઈ સોનાવાડિયા અને એમના બંને સુપુત્રો જયેશભાઈ અને કલ્પેશભાઈ તથા મોહનભાઈ કંથારીયાની આગેવાની આ ભગીરથ કાર્ય શકય બન્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *