November 21, 2024

રક્ષાબંધન પર મહિલાઓને મળી ભેટ:LPG સિલિન્ડર થયો 200 રુપિયા સસ્તો

રક્ષાબંધન પહેલાં જ ગૃહિણીઓને મળી મોટી ભેટ

ગેસ સિલિન્ડરમાં સરકારે ઘટાડ્યા 200 રુપિયા

ઉજ્જવલા યોજના સાથે જોડાયેલી બહેનોને મળી રાહત

તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે ઓનમ અને રક્ષાબંધનના અવસર પર મોદી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતુ કે, “ઓનમ અને રક્ષાબંધનના અવસર પર સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બહેનો માટે આ એક મોટી ભેટ છે જેમાં 75 લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે એટલે કે, એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉજ્જવલા યોજના હેઠળ પહેલાથી જ 200 રુપિયાની સબસિડી હતી, જ્યારે આજથી 200 લોકોને અલગ સબસિડીનો લાભ મળશે. એટલે કે હવે ઉજ્જવલા સ્કીમ હેઠળ આવનારને 400 રૂપિયાની સબસિડી મળશે. હાલમાં 33 કરોડ લોકો પાસે ગેસ સિલિન્ડર કનેક્શન છે. સાથે જ 75 લાખ નવા કનેક્શન આપવામાં આવશે. તેના પર 7680 કરોડનો ખર્ચ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *