May 25, 2025

Love Jihad:સુરતની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર મુસ્લિમ યુવકની ધરપકડ

photo google

રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદ અંગે કાયદો પણ લાવવામાં આવ્યો છે તેમ છતાં રાજ્યમાં લવ જેહાદના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આજે ફરી લવ જેહાદ અને અપહરણના કિસ્સામાં અમદાવાદના કાલુપુરથી એક મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આ મુસ્લિમ યુવકના કબ્જામાંથી 14 વર્ષીય કિશોરીને પણ મુક્ત કરાવાઈ છે.

સુરતના વેસુમાં લવ જેહાદની ઘટના બની હતી જેમાં વેપારીની 14 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે અપહરણ કર્યુ હતું. આ વિધર્મી યુવકે પહેલાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સુરત આવી કિશોરીને મુંબઈથી અજમેર ભગાડી ગયો હતો જ્યાં મુસાફિર ખાનામાં બન્ને રોકાયા હતા. જેથી આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી મુસીબ ગેરેજમાં કામ કરે છે. આરોપી મુસીબ અને કિશોરીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ પાલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.